21મીથી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગનો શુભારંભ, 5000 ખેલાડીઓ રમશે
વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રમા વિશ્વઉમિયાધામ ખાતે આવનાર 21મી જાન્યુઆરીને શનિવારથી વિશ્વ ઉમિયાધામ પ્રિમિયર લિગનો શુભારંભ થવા જઈ રહ્યો છે. વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગમાં રાજ્યભરમાં પાટીદાર સમાજના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટ મંદિર જ્યાં નિર્માણ થઈ રહ્યું છેવિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગમાં ક્રિકેટની 64 અને વોલીબોલની 200થી વધુ ટીમ ભાગ લેશે. રાજ્àª
વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રમા વિશ્વઉમિયાધામ ખાતે આવનાર 21મી જાન્યુઆરીને શનિવારથી વિશ્વ ઉમિયાધામ પ્રિમિયર લિગનો શુભારંભ થવા જઈ રહ્યો છે. વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગમાં રાજ્યભરમાં પાટીદાર સમાજના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટ મંદિર જ્યાં નિર્માણ થઈ રહ્યું છે
વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગમાં ક્રિકેટની 64 અને વોલીબોલની 200થી વધુ ટીમ ભાગ લેશે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી હજારો ખેલાડીઓ ભાગ લઈ રમતોત્સવમાં નવો રંગ પુરશે. 20થી વધુ દિવસ ચાલનારા વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગના તમામ વિજેતા ટીમોને ખુબ મોટા બહુમાન સાથે સમાપન સમારોહનું આયોજન કરાયુ છે. જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટ મંદિર જ્યાં નિર્માણ થઈ રહ્યું છે તે વિશ્વઉમિયાધામ પરિષરમાં જ હજારો પાટીદાર ખેલાડીઓ રમશે. આ સાથે જ મહિલા ખેલાડીઓ માટે છથી વધુ રમતોનું આયોજન કરાયું છે. જેમાં ઉભી ખો,ડોઝ બોલ, રસ્સા ખેંચ, ભારત ભ્રમણ, સાતોલીયું, વોટર રિપ્લે રેસ ગેમ જેવી રમતોનું આયોજન કરાયું છે.
10 દેશના 500 NRI પરિવારનું સ્નેહમિલન યોજાયું
તાજેતરમાં જ વિશ્વઉમિયાધામ ખાતે અમેરિકા-કેનેડા અને યુ.કે સહિત 10 દેશના 500 NRI પરિવારનું સ્નેહમિલન યોજાયું આવતા વર્ષથી વિશ્વભરના જ્યાં જ્યાં પાટીદારો વસે છે ત્યાં જગત જનની મા ઉમિયાનો પાટોત્સવ ઉજવાશે. જગત જનની મા ઉમિયાની આસ્થાના કેન્દ્રબિંદુથી જોડયેલા વિશ્વભરના પાટીદારોનું વૈશ્વિક સંગઠન વિશ્વઉમિયાધામ સંકુલ જાસપુર અમદાવાદમાં મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે ત્યારે સંસ્થા સાથે જોડાયેલા તેમજ હાલમાં USA,કેનેડા, આફ્રિકા, UKઅને તેમજ વિશ્વના વિવિધ ખુણામાં રહેતા NRI પાટીદાર પરિવારોનું આજે સ્નેહમિલન યોજાયું હતું. જેમાં 500થી વધુ NRIપાટીદાર પરિવારો વિશ્વઉમિયાધામ ખાતે પધાર્યા હતા.
21 જાન્યુઆરીથી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું પણ આયોજન કરાયું છે
આજે NRI સ્નેહમિલન સાથે અભિવાદન સમારોહ પણ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કથાકાર જીગ્નેશ દાદા, સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ સહિત વિશ્વ ઉમિયાધામના વિદેશમાં વસતાં દાતા ટ્રસ્ટીઓ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વિશ્વઉમિયાધામ અમેરિકાના કોર્ડિનેટર વી.પી. પટેલ, કેનેડાના કોર્ડિનેટર રજનીકાંતભાઈ પટેલ એવમ્ યુ.કે., આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ટ્રસ્ટીઓ પધાર્યા હતા.તમામ NRI પરિવારોએ જગત જનની મા ઉમિયાની પુજા-અર્ચના અને મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી. વિશેષ રીતે પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્યથી મંદિર પરિષરમાં ઈ-ચાર્જિગ પોઈન્ટનું પણ ઉદ્ધાટન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે વિશ્વઉમિયાધામ દ્વારા આવતી 21 જાન્યુઆરીથી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું પણ આયોજન કરાયું છે
દર શનિવારે સાંજે 8 વાગ્યે વિશ્વભરમાં પાટીદારો મા ઉમિયાની પ્રાર્થના કરશેઃ આર.પી. પટેલ
વિશ્વઉમિયાધામ ખાતે NRIસ્નેહમિલન અને અભિવાદન સમારોહમાં સંબોધન કરતાં વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી.પટેલે જણાવ્યું હતું કે હવેથી દર વર્ષે વિશ્વના તમામ દેશોમાં જ્યાં પાટીદારો વશે છે ત્યાં મા ઉમિયાનો પાટોત્સવ ઉજવાશે અને હવેથી દર શનિવારે સાંજે 8થી 9 વાગ્યા સુધી એકી સાથે વિશ્વભરમાં પાટીદારો જગત જનની મા ઉમિયાની પ્રાર્થના અને આરતી કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement